Mr. Sureshbhai Patel

વાલી મિત્રો,

આપનું પાલ્ય અમારી સંસ્થામાં શિક્ષણ મેળવી રહ્યું છે. આપશ્રીએ અમારી સંસ્થા ઉપર મુકેલો વિશ્વાસ એ જ અમારી સૌથી શ્રેષ્ઠ મૂડી છે. અમારી સંસ્થા પર આપના દ્વારા મૂકાયેલ વિશ્વાસને સાર્થક કરવા અમો સતત પ્રયત્નશીલ રહીશું. શિસ્ત અને અનુશાસન એ અમારી સંસ્થાનું હાર્દ છે. જેને જીવંત રાખવું એ અમારી નેમ છે. સુસંસ્કારોનું સિંચન અને ઉચ્ચ પરિણામ એ અમારી મહ્ત્વાકાંક્ષા છે. સતત અભ્યાસમય વાતાવરણ, શિક્ષકોના અથાગ પ્રયત્નો, આચાર્યશ્રી ના માર્ગદર્શન થકી અમો સંસ્થાનું ઉચ્ચ પરિણામ મેળવતા રહ્યા છીએ.

આપશ્રી પણ આપના બાળકની પ્રગતિ અને સંસ્કારરૂપી શિક્ષણ માટે સંસ્થાના નિતિ-નિયમો અને અનુશાસનને અનુસરશો એવી વિચારધારા  સાથે આશાવાદી રહીશું.

સ્વસ્તિક પરિવાર વતી

મે.ટ્રસ્ટીશ્રી    

સુરેશભાઇ પટેલ

Top Professors